મોહમ્મદ સિરાજે પોતાની જૂની ફ્રેન્ચાઈઝી સામે જોરદાર ધૂમ મચાવી છે. ચિન્નાસ્વામી મેદાન પર સિરાજના બોલનો આરસીબીના બેટ્સમેનોએ કોઈ જવાબ આપ્યો ન હતો. સિરાજે તેના 4 ઓવરના સ્પેલમાં માત્ર 19 રન આપીને 3 વિકેટ લીધી.
સિરાજે ફિલ સોલ્ટ અને દેવદત્ત પડિકલ જેવા મજબૂત બેટ્સમેનોને ક્લીન બોલિંગ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. સિરાજે લિયામ લિવિંગસ્ટોનની વિસ્ફોટક ઈનિંગનો પણ અંત લાવ્યો.
સિરાજે મચાવી ધૂમ
લાંબા સમય સુધી RCB માટે રમ્યા બાદ, સિરાજ IPL 2025 માં ગુજરાત ટાઈટન્સ ટીમનો ભાગ છે. સિરાજે પહેલીવાર તેની જૂની ફ્રેન્ચાઈઝી સામે મેદાનમાં ઉતરીને બોલથી ધૂમ મચાવી. સિરાજે ચિન્નાસ્વામી મેદાનમાં દેવદત્ત પડિકલને ક્લીન બોલિંગ કરીને શાનદાર સ્પેલની શરૂઆત કરી હતી. પડિકલને પેવેલિયન મોકલ્યા બાદ, સિરાજે ફિલ સોલ્ટને પણ 14 રનના સ્કોર પર આઉટ કર્યો.
જ્યારે સિરાજ બીજા સ્પેલ માટે પાછો ફર્યો, ત્યારે તેને લિયામ લિવિંગસ્ટોનની 40 બોલમાં 54 રનની ઈનિંગનો અંત લાવ્યો, જે RCBને મોટા સ્કોર તરફ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સિરાજે પોતાના 4 ઓવરના સ્પેલમાં 19 રન આપીને 3 વિકેટ લીધી. ગુજરાતે મેગા ઓક્શનમાં 12.25 કરોડ રૂપિયાની બોલી લગાવીને સિરાજને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
લિવિંગ્સ્ટોન-ડેવિડે મહત્વપૂર્ણ ઈનિંગ્સ રમી
ચિન્નાસ્વામી મેદાન પર પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા. ટીમ માટે, લિયામ લિવિંગસ્ટોને 40 બોલમાં 54 રનની ઝડપી ઈનિંગ રમી. પોતાની ઈનિંગ દરમિયાન, લિવિંગસ્ટોને એક ચોગ્ગો અને 5 છગ્ગા ફટકાર્યા.
છેલ્લી ઓવરોમાં, ટિમ ડેવિડે શાનદાર બેટિંગ કરી અને માત્ર 18 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 32 રન બનાવ્યા. એક સમયે RCB એ 42 રનમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી, પરંતુ લિવિંગસ્ટોન અને જીતેશ શર્માએ પાંચમી વિકેટ માટે અડધી સદીની પાર્ટનરશિપ નોંધાવી. જીતેશે 21 બોલમાં 33 રન બનાવ્યા હતા.
https://ift.tt/Ho60Afw
from SANDESH | RSS https://ift.tt/gwXON2A
via IFTTT
0 ટિપ્પણીઓ