મોહમ્મદ સિરાજ IPL 2025માં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. સિરાજ દરેક મેચમાં ટીમ માટે મહત્વપૂર્ણ વિકેટો લઈ રહ્યો છે. ગઈકાલે રમાયેલી ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ સનરાઈઝર્સ હૈદરાબાદ મેચમાં મોહમ્મદ સિરાજે તેના IPL ઈતિહાસમાં બેસ્ટ બોલિંગ પ્રદર્શન આપ્યું.
જેના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો. પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયામાં પસંદગી ન થવાને કારણે સિરાજ હજુ પણ દુઃખમાં છે.
મેચ પછી સિરાજે શું કહ્યું?
મોહમ્મદ સિરાજ વર્ષ 2024 સુધી ODI ટીમ ઈન્ડિયાનો મહત્વપૂર્ણ ભાગ હતો, પરંતુ સિરાજને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયાની બહાર રાખવામાં આવ્યો હતો. સિરાજને હજુ પણ આનું દુ:ખ થાય છે. સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચ બાદ બોલતા સિરાજે કહ્યું કે "ચેમ્પિયન્સ ટ્રોફી માટે મારી પસંદગી ન થઈ ત્યારે હું તેને પચાવી શક્યો નહીં. પરંતુ મેં મારો ઉત્સાહ જાળવી રાખ્યો અને મારી ફિટનેસ અને રમત પર કામ કર્યું."
સિરાજે આગળ કહ્યું કે "હું સાત વર્ષથી RCB માટે રમી રહ્યો છું. મેં મારી બોલિંગ અને મારી માનસિકતા પર સખત મહેનત કરી છે, તે મારા માટે ખરેખર સારી રીતે કામ કરી રહી છે. જ્યારે તમે તમારા હોમ ગ્રાઉન્ડ પર આવો છો, ત્યારે તે એક ખાસ લાગણી હોય છે. મારો પરિવાર પણ ત્યાં હાજર હતો અને તેનાથી મારું મનોબળ વધ્યું."
સિરાજે IPL ઈતિહાસમાં કર્યું બેસ્ટ પ્રદર્શન
સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગ કરી હતી. આ મેચમાં બોલિંગ કરતી વખતે, સિરાજે 4 ઓવરમાં માત્ર 17 રન આપીને 4 વિકેટ લીધી, જે IPL ઈતિહાસમાં અત્યાર સુધીનું તેનું બેસ્ટ પ્રદર્શન છે. સિરાજના નામે હવે 4 મેચમાં 9 વિકેટ છે. સિરાજ પર્પલ કેપની રેસમાં બીજા સ્થાને પહોંચી ગયો છે.
IPLમાં 100 વિકેટ કરી પૂર્ણ
મોહમ્મદ સિરાજે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે પોતાની IPL કારકિર્દીની 100 વિકેટ પણ પૂર્ણ કરી. આ મેચ પહેલા સિરાજે IPLમાં 98 વિકેટ લીધી હતી, જે હવે વધીને 102 વિકેટ થઈ ગઈ છે.
https://ift.tt/oweqasx
from SANDESH | RSS https://ift.tt/HaMIyES
via IFTTT
0 ટિપ્પણીઓ