ગુજરાત ટાઈટન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂને 8 વિકેટે હરાવ્યું. IPL 2025 માં, RCB પહેલીવાર તેના હોમ ગ્રાઉન્ડ એટલે કે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમી રહ્યું હતું, પરંતુ ત્યાં તેને નિરાશાનો સામનો કરવો પડ્યો.
સતત બે જીત નોંધાવ્યા બાદ, બેંગલુરુને ગુજરાત સામે હારનો સામનો કરવો પડ્યો. આ મેચમાં બેંગલુરુએ પ્રથમ બેટિંગ કરીને 169 રન બનાવ્યા, જેના જવાબમાં ગુજરાતે 13 બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કર્યું.
એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં, મોહમ્મદ સિરાજે ગુજરાતની જીતનો પાયો નાખ્યો. સિરાજે ત્રણ વિકેટ લઈને આરસીબીને 169 રનના સ્કોર પર રોકી દીધી. બેંગ્લુરૂ માટે લિયામ લિવિંગસ્ટને 54 રનની અડધી સદી ફટકારી, પરંતુ વિરાટ કોહલી અને કેપ્ટન રજત પાટીદાર જેવા પ્રખ્યાત બેટ્સમેન ફ્લોપ રહ્યા.
RCB જીતની હેટ્રિક ચૂકી ગયું
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ IPL 2025 માં પોતાની પહેલી બે મેચ જીતી હતી. પહેલા તેને KKR ને 7 વિકેટથી હરાવ્યું, પછી તેનો ચેન્નાઈ સુપર કિંગ્સ પર 50 રનથી વિજય મેળવ્યો. પરંતુ હવે ગુજરાતે 8 વિકેટથી જીત મેળવીને રજત પાટીદારના ખેલાડીઓને જીતની હેટ્રિક હાંસલ કરતા અટકાવી દીધા છે.
જોસ બટલર અને મોહમ્મદ સિરાજ બન્યા હીરો
ગુજરાત ટાઈટન્સની જીતના હીરો મોહમ્મદ સિરાજ અને જોસ બટલર હતા. આ પહેલા ગુજરાતે શાનદાર શરૂઆત કરી હતી જેમાં સાઈ સુદર્શને 36 બોલમાં 49 રન બનાવ્યા. કેપ્ટન શુભમન ગિલ માત્ર 14 રન બનાવીને આઉટ થયો, પરંતુ જોસ બટલર બેટિંગમાં ગુજરાતની જીતનો હીરો બન્યો. બટલરે 39 બોલમાં 73 રનની અણનમ ઈનિંગ રમી, જે દરમિયાન તેને 5 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા. બટલર પહેલા મોહમ્મદ સિરાજે બોલિંગમાં 3 વિકેટ લઈને ગુજરાતની જીતનો પાયો નાખ્યો હતો.
https://ift.tt/AJVlwsQ
from SANDESH | RSS https://ift.tt/tyhAMTS
via IFTTT
0 ટિપ્પણીઓ