પ્રથમ બેટિંગ કરતા, આરસીબી વરસાદના વિક્ષેપિત 14 ઓવરની મેચમાં ફક્ત 95 રન જ બનાવી શક્યું. આમાં ટિમ ડેવિડે 26 બોલમાં અણનમ 50 રન બનાવ્યા, જેમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. ફિલ સોલ્ટ 04, વિરાટ કોહલી 01, રજત પાટીદાર 23, લિયામ લિવિંગસ્ટોન 04, જીતેશ શર્મા 02 અને કૃણાલ પંડ્યા માત્ર 01 રન બનાવી શક્યા હતા. પંજાબ કિંગ્સ તરફથી અર્શદીપ સિંહ, હરપ્રીત બ્રાર, યુઝવેન્દ્ર ચહલ અને માર્કો જેનસેને બે-બે વિકેટ લીધી.
વરસાદને કારણે બગડી હતી સ્થિતિ
છેલ્લા કેટલાક દિવસોથી અહીં રાત્રે 2 થી 3 કલાક વરસાદ પડી રહ્યો છે, તેથી મેચ મોડી શરૂ કરવામાં આવી હતી. જેમાં ફક્ત 14-14 ઓવરમાં જ મુકાબલો હતો. ચિન્નાસ્વામી સ્ટેડિયમની શક્તિશાળી ડ્રેનેજ સિસ્ટમને કારણે વરસાદ હોવા છતા પણ મેચ શક્ય બની હતી.
https://ift.tt/xcOeIzW
from SANDESH | RSS https://ift.tt/Xi1hVeo
via IFTTT
0 ટિપ્પણીઓ