Rohit Sharmaને ધોની-વિરાટ બાદ મળ્યું સન્માન, BCCI તરફથી મળ્યું ખાસ 'સ્મૃતિચિહ્ન'

આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે થઈ રહ્યો છે. IPL 2025 ની આ 33મી મેચમાં, મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો.

મેચ શરૂ થાય તે પહેલા મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માનું સન્માન કરવામાં આવ્યું. બીસીસીઆઈના પ્રમુખ રોજર બિન્નીએ રોહિત શર્માને સ્મૃતિચિહ્ન આપ્યું.

ધોની-વિરાટ બાદ હિટમેનને મળ્યું સન્માન

રોહિતને મળેલા આ સન્માનનો વીડિયો મુંબઈ ઈન્ડિયન્સે એક્સ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, રોહિત એવરગ્રીન શર્માને TATA IPLની બધી 18 સીઝન રમવા બદલ સન્માનિત કરવામાં આવે છે. મુંબઈ ઈન્ડિયન્સના રોહિત શર્માને BCCI પ્રમુખ રોજર બિન્ની તરફથી ખાસ સ્મૃતિચિહ્ન પ્રાપ્ત થયું. આ સાથે, રોહિત IPL 2025 માં સન્માનિત થનાર ત્રીજો ભારતીય ખેલાડી બન્યો છે. આ પહેલા વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોનીને પણ સન્માનિત કરવામાં આવ્યા છે.


રોહિત શર્મા આઈપીએલની પહેલી સીઝનથી જ લીગનો ભાગ છે. તે લીગમાં બીજા ક્રમનો સૌથી વધુ રન બનાવનાર અને ત્રીજા ક્રમનો સૌથી વધુ મેચ ખેલાડી છે. રોહિત શર્માએ ડેક્કન ચાર્જર્સથી પોતાની આઈપીએલ કારકિર્દીની શરૂઆત કરી હતી. તે પહેલી 3 સીઝન માટે આ ફ્રેન્ચાઈઝનો ભાગ હતો. આ પછી, રોહિત મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયો. રોહિત 2011 થી સતત મુંબઈ માટે રમી રહ્યો છે.

IPLમાં રોહિત શર્માનું પ્રદર્શન

રોહિત શર્માએ અત્યાર સુધીમાં IPLમાં 262 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, તેને 257 ઈનિંગ્સમાં 29.31 ની એવરેજ અને 131.18 ના સ્ટ્રાઈક રેટથી 6684 રન બનાવ્યા છે. રોહિત શર્માએ લીગમાં 2 સદી અને 43 અડધી સદી ફટકારી છે. આ લિસ્ટમાં વિરાટ કોહલી ટોપ પર છે.


https://ift.tt/RX4cZlg
from SANDESH | RSS https://ift.tt/A0zGkTg
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ