SRH Vs GT: ગુજરાતે હૈદરાબાદને હરાવ્યું, શુભમન ગિલ-વોશિંગ્ટન સુંદરે મચાવી ધૂમ

ગુજરાત ટાઈટન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું. ઉપ્પલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં, હૈદરાબાદે તેના હોમ ગ્રાઉન્ડ પર રમતી વખતે 152 રન બનાવ્યા હતા. જવાબમાં, ગુજરાતે 20 બોલ બાકી રહેતા 7 વિકેટે મેચ જીતી લીધી.

IPL 2025 માં ગુજરાતનો આ સતત ત્રીજો વિજય છે, જ્યારે હૈદરાબાદની ટીમને સતત ચોથી હારનો સામનો કરવો પડ્યો છે. ગુજરાતની જીતના હીરો કેપ્ટન શુભમન ગિલ અને મોહમ્મદ સિરાજ હતા.

ગુજરાત ટાઈટન્સને 153 રનનો ટાર્ગેટ મળ્યો. ધીમી પિચ પર આ લક્ષ્ય હાંસલ કરવું સરળ ન હતું. બોલિંગમાં પણ હૈદરાબાદની શરૂઆત સારી રહી કારણ કે ફોર્મમાં રહેલા બેટ્સમેન સાઈ સુદર્શન 5 રન બનાવીને આઉટ થયો અને જોસ બટલર કોઈ રન બનાવ્યા વિના આઉટ થયો. આ કારણે ગુજરાતે માત્ર 16 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી.


ગિલ-સુંદરે બદલી નાખી આખી મેચ

ગુજરાતે 16 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી, શુભમન ગિલ અને વોશિંગ્ટન સુંદરે આખી મેચનું પાસું ફેરવી નાખ્યું. બંને વચ્ચે 90 રનની પાર્ટનરશિપ થઈ, જેના કારણે ગુજરાત વિજયના ઉંબરે પહોંચ્યું. સુંદરની વિકેટ વિવાદાસ્પદ રહી હતી પરંતુ મોહમ્મદ શમીએ તેને 49 રનના સ્કોર પર અનિકેત વર્માના હાથે કેચ કરાવ્યો. કેપ્ટન શુભમન ગિલ શરૂઆતથી અંત સુધી ક્રીઝ પર રહ્યો અને અણનમ 61 રન બનાવીને શાનદાર મેચ વિનિંગ ઈનિંગ રમ્યો. સુંદર આઉટ થયા પછી, શેરફાન રધરફર્ડે કેપ્ટન ગિલને સપોર્ટ કર્યો . રધરફર્ડે 16 બોલમાં 35 રનની ઝડપી ઈનિંગ રમી અને ગુજરાતની જીત સુનિશ્ચિત કરી.

મોહમ્મદ સિરાજે જીતનો નાખ્યો પાયો

મોહમ્મદ સિરાજે ગુજરાત ટાઈટન્સની જીતનો પાયો નાખ્યો. SRH ના બેટ્સમેન સિરાજના પગે પડ્યા, તેને 4 ઓવરમાં માત્ર 17 રન આપીને 4 વિકેટ લીધી. તેને અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, અનિકેત વર્મા અને સિમરજીત સિંહની વિકેટ લીધી. તેના સિવાય ગુજરાત તરફથી પ્રસિદ્ધ કૃષ્ણા અને સાઈ કિશોરે પણ 2-2 વિકેટ લીધી.


https://ift.tt/0DZklqF
from SANDESH | RSS https://ift.tt/ZnH2R5z
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ