કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 80 રને હરાવ્યું છે. IPL 2025 માં કોલકાતાની આ બીજી જીત છે. ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી આ મેચમાં કોલકાતાએ પહેલા બેટિંગ કરીને 200 રન બનાવ્યા હતા, જેના જવાબમાં SRH ટીમ ફક્ત 120 રન જ બનાવી શકી હતી.
સનરાઈઝર્સ હૈદરાબાદને સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો. કોલકાતાની જીતમાં સૌથી મોટો ફાળો વેંકટેશ ઐયર અને વૈભવ અરોરાએ આપ્યો.
હૈદરાબાદને હારની હેટ્રિકનો કરવો પડ્યો સામનો
સનરાઈઝર્સ હૈદરાબાદને 201 રનનો લક્ષ્યાંક મળ્યો. મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. ટોપ ઓર્ડર ફરી એકવાર નિષ્ફળ સાબિત થયો. 9 રનના સ્કોર સુધીમાં ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન અને ટ્રેવિસ હેડ આઉટ થઈ ગયા હતા. એક સમયે, SRH માટે 100 રન સુધી પહોંચવું પણ મુશ્કેલ હતું, પરંતુ હેનરિક ક્લાસેન 33 રન અને કામિન્દુ મેન્ડિસે 27 રન બનાવીને ટીમને 100 રનની પાર પહોંચાડી દીધી.
કોલકાતાની જીતનો પાયો અંગક્રિશ રઘુવંશીએ નાખ્યો હતો, જેને 32 બોલમાં 50 રન બનાવ્યા હતા અને કેપ્ટન અજિંક્ય રહાણે સાથે 81 રનની મહત્વપૂર્ણ પાર્ટનરશિપ કરી હતી. ત્યારબાદ વેંકટેશ ઐયર અને રિંકુ સિંહે ધૂમ મચાવી. ઐયરે 29 બોલમાં 60 રનની તોફાની ઈનિંગ રમી, જ્યારે રિંકુ સિંહે 17 બોલમાં 32 રનની અણનમ ઈનિંગ રમી. તેને KKR ને 200 રનના સ્કોર સુધી પહોંચવામાં મદદ કરી.
IPLમાં SRHનો સૌથી મોટો પરાજય
ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં સનરાઈઝર્સ હૈદરાબાદની આ સૌથી મોટો હાર છે. તે KKR સામે 80 રનથી હારી ગયું છે. આ પહેલા, હૈદરાબાદનો IPLમાં સૌથી મોટો પરાજય CSK સામે થયો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલ 2024માં હૈદરાબાદને 78 રને હરાવ્યું હતું. જ્યારે ચેન્નાઈએ અગાઉ 2013માં હૈદરાબાદને 77 રને હરાવ્યું હતું.
https://ift.tt/3c6Y9Gh
from SANDESH | RSS https://ift.tt/yLtiCgV
via IFTTT
0 ટિપ્પણીઓ