પહેલી જ ઓવરમાં ફિલ સોલ્ટના આઉટ થયા પછી, વિરાટ કોહલીએ દેવદત્ત પડિકલ સાથે 91 રનની ભાગીદારી કરી અને બાદમાં કેપ્ટન રજત પાટીદાર સાથે 48 રન ઉમેર્યા. વિરાટ કોહલીએ 42 બોલમાં 2 છગ્ગા અને 8 ચોગ્ગાની મદદથી 67 રન બનાવ્યા. આ દરમિયાન, વિરાટ કોહલીએ તેની ટી20 કારકિર્દીમાં 13000 રન પણ પૂર્ણ કર્યા. આવું કરવાવાળા તેઓ પહેલા ખેલાડી બની ગયા છે.
વિરાટ કોહલીના હવે 13050 રન છે. મેચ પહેલા તેને ૧૩ હજાર રન પૂરા કરવા માટે ૧૭ રનની જરૂર હતી. આ કોહલીની 403 મી T20 મેચ છે. વિરાટે દિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે ટી20 રમતો રમી છે. તેણે 2024 વર્લ્ડ કપ પછી આંતરરાષ્ટ્રીય T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે.
વર્ષો સુધી કોઈ વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી શકશે નહીં.
વિરાટ કોહલી T20 માં 13000 રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. બીજા નંબરે રહેલો રોહિત શર્મા હજુ પણ ઘણો પાછળ છે, પરંતુ તેણે પણ આ ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. રોહિત શર્માના હાલમાં 11851 રન છે, તે હજુ સુધી 12 હજાર રન પણ પૂરા કરી શક્યો નથી.
શિખર ધવન આ યાદીમાં ત્રીજા નંબરે છે, અને તેણે IPLમાંથી પણ નિવૃત્તિ લઈ લીધી છે. તેમના સિવાય, અન્ય કોઈ ભારતીય બેટ્સમેન 10 હજાર રન પણ પૂરા કરી શક્યો નથી. આનો સ્પષ્ટ અર્થ એ છે કે વિરાટ કોહલી વર્ષો સુધી આ રેકોર્ડ જાળવી રાખશે.
વિરાટ કોહલી T20 માં 13 હજાર રન પૂરા કરનાર વિશ્વનો 5મો બેટ્સમેન છે. ક્રિસ ગેલ 14562 રન સાથે યાદીમાં ટોચ પર છે. તે એકમાત્ર બેટ્સમેન છે જેણે 14 હજાર રન બનાવ્યા છે. એલેક્સ હેલ્સ (13610) બીજા સ્થાને, શોએબ મલિક (13557) ત્રીજા સ્થાને અને કિરોન પોલાર્ડ (13537) ચોથા સ્થાને છે.
https://ift.tt/tmXoiS3
from SANDESH | RSS https://ift.tt/iVL475y
via IFTTT
0 ટિપ્પણીઓ