Virat Kohliએ 2027 વર્લ્ડકપને લઈને કરી મોટી જાહેરાત, સામે આવ્યો VIDEO

હાલમાં IPL 2025માં વિરાટ શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ મંગળવારે એક મોટી જાહેરાત કરી, જ્યાં તેને 2027 માં યોજાનાર ODI વર્લ્ડકપમાં રમવા અંગે એક મોટી અપડેટ આપી. તેને એક શો દરમિયાન કહ્યું કે તેનું આગામી મોટું પગલું વર્લ્ડકપ જીતવાનું છે.

તેના આ નિવેદનની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. આ જ કારણ છે કે તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. આ 15 સેકન્ડના વીડિયોમાં વિરાટ કોહલીએ સ્પષ્ટપણે કહ્યું છે કે તે માત્ર 2027નો વર્લ્ડકપ રમવા જ નહીં પણ તેને જીતવા પણ માંગે છે.

વીડિયો પરથી સ્પષ્ટ થાય છે કે વિરાટ કોહલી હાલમાં નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યો નથી. જો તે અત્યારે કંઈપણ વિશે વિચારી રહ્યો છે, તો તે 2027 વર્લ્ડકપ રમવા અને જીતવા વિશે છે.

છેલ્લી વખત 2023માં ચૂકી ગયું હતું ભારત

તમને જણાવી દઈએ કે ભારત 2023 માં ODI વર્લ્ડકપ જીતવાની ખૂબ નજીક હતું, પરંતુ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. કોહલીને 11 મેચમાં 95.62ની એવરેજથી 3 સદી અને 6 અર્ધશતક સાથે રેકોર્ડ 765 રન બનાવવા બદલ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો.


ભારતની હારથી ભાંગી પડ્યો વિરાટ કોહલી

પરંતુ પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યા પછી પણ, કોહલી ફાઈનલમાં ભારતની હારથી નિરાશ હતો અને મેચ પછીના પ્રેઝન્ટેશન દરમિયાન તેને કંઈ પણ કહ્યું નહીં. ત્યારથી, ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે શું રોહિત શર્મા અને કોહલીની સિનિયર જોડી આગામી વર્લ્ડકપ સુધી ODI રમવાનું ચાલુ રાખશે.

રોહિતે ન્યુઝીલેન્ડ સામે 76 રનની ઈનિંગ રમી હતી

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની તાજેતરની જીતથી બંને માટે 2027 વર્લ્ડકપ સુધી પોતાની કારકિર્દી ચાલુ રાખવાનો માર્ગ લગભગ સાફ થઈ ગયો છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં કોહલી શાનદાર ફોર્મમાં હતો, જ્યાં તેને પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામે મેચ વિજેતા ઈનિંગ્સ રમી હતી.

બીજી તરફ, લીગ તબક્કામાં સારું પ્રદર્શન ન કર્યા બાદ, કેપ્ટન રોહિતે ન્યુઝીલેન્ડ સામેની ફાઈનલમાં 76 રનની મેચ-વિનિંગ ઈનિંગ રમી. તેની ઈનિંગથી ભારતે 49 ઓવરમાં લક્ષ્ય હાંસલ કર્યું અને તેમનો ત્રીજો ચેમ્પિયન્સ ટ્રોફી ખિતાબ જીત્યો.



https://ift.tt/3jZAwPx
from SANDESH | RSS https://ift.tt/ICufK9L
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ